આપણા શારીરિક અને આત્મિક બંને જીવનમાં, હંમેશા ઘણી કસોટીઓ અને અવરોધો આવે છે. ભૂતકાળમાં, જ્યારે ઇઝરાયલીઓએ મોટી કસોટીઓનો સામનો કર્યો —પાણી-ખોરાક વિનાનું અરણ્ય અને દૈત્યોથી વસેલો કનાન દેશ —ત્યારે યહોશુઆ અને કાલેબે ફક્ત પરમેશ્વર પર આશા રાખી. તેમની જેમ, આપણને પણ મુશ્કેલીઓમાં પરમેશ્વરે ખોલેલા આશાના બારણાંને જોવાની વિશ્વાસની જરૂર છે.
જેમ ઈસુના પુનરુત્થાન અને સ્વર્ગારોહણ દ્વારા, પરમેશ્વરે પ્રથમ ચર્ચના સંતો માટે સ્વર્ગના રાજ્યનો આશાનો દરવાજો ખોલ્યો જે ઈસુના વધસ્તંભથી નિરાશ થયા હતા, અને જેમ ઈસુએ આખી રાત કંઈ ન પકડનાર પિતરને તેમના વચન પર કાર્ય કરવાથી થતો ચમત્કાર બતાવ્યો, તેમ આજે પણ ખ્રિસ્ત આન સાંગ હોંગના વચન, “આખા જગતમાં સુવાર્તાનો પ્રચાર કરાશે,” ચોક્કસ પૂર્ણ થશે.
“હે યહોવા, મારો અંત ક્યારે છે? તથા મારા આયુષ્યનું માપ કેટલું છે, તે મને જણાવો; હું કેવો ક્ષણભંગુર છું તે મને સમજાવો.” હવે, પ્રભુ, હું શાની વાટ જોઉં? મારી આશા તમારા પર છે. ગીતશાસ્ત્ર 39:4–7
પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. અને સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે, અને ત્યારે જ અંત આવશે. માથ્થી 24:13–14
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ