ઇબ્રાહિમે મલ્ખીસેદેકને દશમાંશ આપ્યો જેણે રોટલી અને દ્રાક્ષારસથી
તેને આશિષ આપી, અને દાઉદે ભવિષ્યવાણી કરી કે “મલ્ખીસેદેકની રીતિનું
અનુસરણ કરનાર સર્વકાળનો યાજક પરમેશ્વર છે.” સાથે જ, પ્રેરિત પાઉલે
આ વ્યાખ્યા કરતા કે “મલ્ખીસેદેકના પિતા અને માતા
અને વંશાવળી નથી,” ખ્રિસ્ત વિશે સાક્ષી આપી
જે માનવજાતિના ઉદ્ધાર માટે પવિત્ર આત્માના યુગમાં બીજી વાર આવશે.
જુના કરારના મલ્ખીસેદેકે રોટલી અને દ્રાક્ષારસ દ્વારા ઇબ્રાહિમને
શારીરિક આશિષ આપી. તેમજ, ઈસુએ નવા કરારના પાસ્ખાની રોટલી અને
દ્રાક્ષારસ દ્વારા પાપોની ક્ષમા અને અનંત જીવનની આશિષ આપી.
ખ્રિસ્ત આન સાંગ હોંગે નવા કરારના પાસ્ખાને પુનઃસ્થાપિત કરીને,
જે 1,600 વર્ષોથી નષ્ટ હતો, સાક્ષી આપી કે તે પરમેશ્વર છે
જે મલ્ખીસેદેકની રીતિ પર આવ્યા.
અને કદોરલાઓમેર તથા તેની સાથે જે રાજાઓ હતા, તેઓને હરાવીને ઇબ્રામ પાછો આવતો હતો...
અને શાલેમનો રાજા મલ્ખીસદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો; અને તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો...
અને ઇબ્રામે સર્વમાંથી દશમો ભાગ આપ્યો.
ઉત્પત્તિ 14:17-20
અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું, ને પાસ્ખા તૈયાર કર્યું...
ઈસુએ રોટલી લઈને, તથા આશીર્વાદ માંગીને...
અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને...
“કેમ કે નવા કરારનું એ મારું લોહી છે,
જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.”
માથ્થી 26:19-28
વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર... નિતારેલા જૂના
દ્રાક્ષારસની મિજબાની આપશે… પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે...
તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે;
આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તે આપણને તારશે.”
યશાયા 25:6-9
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ