સુલેમાને તે બધું જ કર્યું જે તે ઈચ્છતો હતો, પણ અંતમાં તેણે કહ્યું, “બધું જ વ્યર્થ છે!” અને જેમકે મહાન સિકંદરે પણ સ્વીકાર કર્યું, જ્યારે મૃત્યુ આવે છે, તો વ્યક્તિ ખાલી હાથે પાછો ફરે છે. તેથી, આપણે આ પૃથ્વીના ક્ષણિક આનંદ અને હર્ષથી સંતુષ્ટ ન થવું જોઈએ, પરંતુ પરમેશ્વરનો ભય રાખતા અને તેમની આજ્ઞાઓનું પાલન કરતા, સ્વર્ગના અનંત રાજ્ય માટે જીવવું જોઈએ. તે આનંદ માટે જીવવું જેનો આપણે સ્વર્ગના રાજ્યમાં હંમેશ માટે માણીશું, જીવન જીવવાની ડહાપણભરી રીત છે.
માનવજાતિએ એવી પસંદગી કરવી જોઈએ જેનાથી આપણે આ પૃથ્વી પર વિશ્વાસપૂર્વક જીવી શકીએ અને સ્વર્ગમાં પરમેશ્વરનો આશિષ પ્રાપ્ત કરી શકીએ. ચર્ચ ઓફ ગોડ ના સભ્યો સ્વર્ગના રાજ્ય અને અનંતજીવનની તૈયારીમાં સાબ્બાથ દિવસ અને સાત વાર્ષિક પર્વ મનાવે છે અને સારા કાર્યો દ્વારા પરમેશ્વરની મહિમા કરે છે.
અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે. સભાશિક્ષક કહે છે કે, વ્યર્થતાની વ્યર્થતા; બધું વ્યર્થ છે. વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે. સભાશિક્ષક 12:7–8
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ