જેમ કહેવત છે, “રણમાં સોનાના તળાવ કરતાં ઠંડુ તાજું ઝરણું વધારે સારું છે અને ખોવાયેલા ઘેટાં માટે, સૌથી ધનવાન રાજા કરતાં ઘેટાંપાળક વધારે મહાન છે,” આ પૃથ્વી પર જે મૂલ્યવાન છે અને સ્વર્ગના રાજ્યમાં જે મૂલ્યવાન છે તે ઘણું અલગ છે. દુનિયાના ઘણા લોકો જે ધન, સન્માન અને શક્તિને મૂલ્યવાન માને છે, તેનું સ્વર્ગના રાજ્યમાં કોઈ મૂલ્ય નથી. તેથી જ પ્રથમ ચર્ચના સંતો સતાવણીની વચ્ચે પણ સ્વર્ગના રાજ્ય માટે જીવ્યા.
પરમેશ્વરના રાજ્યમાં, સૌથી મૂલ્યવાન કાર્ય પરમેશ્વરના વચનને વ્યવહારમાં મૂકવાનું છે. ચર્ચ ઓફ ગોડના સભ્યો નવા કરારના સત્યથી એક ખોવાયેલા આત્માને પણ શોધે છે, પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરીને કે તેઓ સ્વર્ગના રાજ્યમાં રાજાઓ તરીકે રાજ કરશે અને સદા સર્વકાળ તારાઓની જેમ ચમકશે.
એ સર્વ વિશ્વાસમાં મરણ પામ્યાં, તેમને વચનોનાં ફળ મળ્યાં નહિ, પણ તેમને દૂરથી જોઈને તેમનું અભિવંદન કર્યું, ને પોતાના વિષે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ. હિબ્રૂઓને પત્ર 11:13
સુજ્ઞો અંતરિક્ષના પ્રકાશની માફક, અને ઘણાઓને નેકીમાં વાળી લાવનારાઓ સદાસર્વકાળ તારાઓની માફક પ્રકાશશે. દાનિયેલ 12:3
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ