ખ્રિસ્ત આન સાંગ હોંગનો જન્મ 1918 માં કોરિયા પ્રજાસત્તાકના જૈલાબુક-ડો, જંગસુ-ગનમાં સ્થિત એક ખાણકામ નગરમાં થયો હતો.
2,000 વર્ષ પહેલા ઈસુના પ્રથમ આગમન પર, એક મૂંગા પશુએ પણ તેની ગમાણ આપી અને પૂર્વના માગીઓએ તેમને સોનું, ધૂપ અને ગંધરસની ભેટ આપી.
જોકે, જ્યારે તે મનુષ્યના રૂપમાં બીજી વાર પૃથ્વી પર આવ્યા, તો તેમના જન્મના ક્ષણથી, તે કસોટીઓ અને દુઃખોમાંથી પસાર થયા.
1918 માં, જ્યારે ખ્રિસ્ત આન સાંગ હોંગનો જન્મ થયો હતો, પ્રથમ વિશ્વયુદ્ધના અંત પહેલા, જેણે આખા વિશ્વને મૃત્યુના ભયાનક સ્વપ્નમાં ફેરવ્યું, મૃત્યુનો પડછાયો ફરીથી આખી પૃથ્વી પર પડ્યો.
સ્પેનિશ ફ્લૂએ વિશ્વની એક તૃતીયાંશ વસ્તીને ચેપ લગાવ્યો અને 5 થી 10 કરોડ લોકો માર્યા.
કોરિયા “તબીબી હોલોકાસ્ટ” નામના વિનાશના ભયથી અપવાદ ન હતું.
એક ગામના બધા લોકોને ચેપ લાગ્યો હતો અને મૃતદેહોને દફનાવનારું કોઈ ન હતું.
સ્પેનિશ ફ્લૂથી 76 લાખ, કોરિયનના 40% લોકોને ચેપ લાગ્યો હતો, અને તેમાંથી 1,40,000 લોકો મૃત્યુ પામ્યા હતા.
શેતાને પૃથ્વી પર આખી માનવજાતિના જીવન માટે આ મૃત્યુની મિજબાનીનું કેમ આયોજન કર્યું?
લગભગ 2,000 વર્ષ પહેલા, જ્યારે ઈસુનો જન્મ થયો હતો, ત્યારે રાજા હેરોદે ઈસુને મારવા માટે બેથલેહેમ અને તેની આસપાસના બધા નાના છોકરાઓનો નરસંહાર કર્યો હતો.
તેવી જ રીતે, પવિત્ર આત્માના યુગમાં, શેતાને બધા બાળકોને મારીને બીજી વાર આવનાર ખ્રિસ્તના જન્મને રોકવાનો પ્રયત્ન કર્યો (માથ્થી 2:13–16).
જોકે, અંધકારની શક્તિ સર્વશક્તિમાન પરમેશ્વરના હેતુ અને ઈચ્છાને ક્યારેય પણ રોકી શકતી નથી.
રાજા દાઉદની ભવિષ્યવાણીઓ અને અંજીરના વૃક્ષના દ્દષ્ટાંત પ્રમાણે, ખ્રિસ્ત આન સાંગ હોંગનો જન્મ 1918 માં થયો હતો અને 1948 માં ત્રીસ વર્ષની વયે તેમણે બાપ્તિસ્મા લીધું હતું, અને નવા કરારના જીવનનો પ્રકાશ પ્રગટાવ્યો.
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી આન સાંગ હોંગ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે જે બાઇબલની ભવિષ્યવાણીઓ પ્રમાણે બીજી વાર આવ્યા.
આ વિડીયો વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ દ્વારા નકલહક્ક કરેલો છે. અનધિકૃત નકલ વિતરણ અને પ્રતિબંધિત છે.
〖World Mission Society Church of God〗https://watv.org
〖WATV Media Cast〗 https://watvmedia.org/gu
〖Church of God Introduction〗https://introwmscog.com
- પોસ્ટિંગ તારીખ
- Jan 29, 2026