પરમેશ્વરે પવિત્ર કેલેન્ડરના સાતમા મહિનાના પહેલા દિવસને રણશિંગડાંના પર્વ તરીકે નિયુક્ત કર્યો, જેથી આપણે પ્રાયશ્ચિતના દિવસ ને યાદ રાખીએ —જ્યારે તેમણે મૂર્તિપૂજામાં પડેલા ઇઝરાયલીઓના પાપ ક્ષમા કરી તેમને દસ આજ્ઞાઓની બીજી શિલાઓ આપી. વળી, જેમ રણશિંગડાંના પર્વ પર પસ્તાવા માટે રણશિંગડાં ફૂંકવામાં આવ્યાં, તેમ ઈસુ પણ આ પૃથ્વી પર આવ્યા અને “પસ્તાવો કરો” કહેતાં માનવજાતિને પસ્તાવો કરવા હાકલ કરી.
ઉડાઉ પુત્રના દ્રષ્ટાંત અને યૂનાના નિનવેમાં 1,20,000 લોકોને ઉદ્ધાર તરફ દોરવણી કરવાના અભિલેખ પરથી સ્પષ્ટ છે કે, પસ્તાવાના કાર્ય પછી પરમેશ્વર તરફથી હંમેશા મહાન આશિષો તૈયાર હોય છે. આજે પણ, સંસાર તરફ ફેરવેલી આંખો અને હૃદય માટે યૂનાની જેમ સંપૂર્ણ પસ્તાવો કરી, આખી દુનિયાને ખ્રિસ્ત આન સાંગ હોંગ અને માતા પરમેશ્વર તરફ પાછા ફરવા બોલાવવા રણશિંગડું ફૂંકવું જોઈએ.
. . . ઇઝરાયલી લોકોને એમ કહે કે, સાતમા માસમાં, તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો.
પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલ લોકો, જ્યારે મારા નામની ખાતર હું તમને તમારાં ભૂંડાં આચરણ પ્રમાણે તેમ જ તમારાં ભ્રષ્ટ કૃત્યો પ્રમાણે [શિક્ષા] નહિ કરું, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”
119 બૂંદોંગ-ગુ, સંગનામ-સી, જ્ઞોનગી-દો, કોરિયા
ફોન 031-738-5999 ફેક્સ 031-738-5998
પ્રધાન કાર્યાલય: 50, Sunae-ro ( Sunae-dong0, Bundang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep. Korea
મુખ્ય ચર્ચ: 35 Pangyoyeok-ro (526, Baeghyeon-dong), Budang-gu, Seongnam-si, Gyeonggi-do, Rep, Korea
ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી સર્વાધિકાર આરક્ષિત વ્યક્તિગત જાણકારીનો ઉપયોગ કરવાની નીતિ